દુબઈ

હરિયાણાની પૂજા રાણીએ દેશનું માન વધારતાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૧ માં પ્રથમ ગોલ્ડ જીત્યો છે. પૂજાએ ઉઝબેકિસ્તાનના માવલુદાનો સામનો કર્યો હતો. અગાઉ ભારતની નિર્ભીક યુવા મુક્કેબાજ લાલબુત્સાહી જેણે છ વખતની વર્લ્‌ડ ચેમ્પિયન એમસી મેરી કોમને પોતાની પ્રેરણા ગણાવી હતી, તે દુબઈમાં ૨૦૨૧ એએસબીસી એશિયન મહિલા અને પુરુષોની ચેમ્પિયનશીપની અંતિમ મેચમાં હારી ગઈ હતી અને તેને રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

પ્રથમ વખત એશિયન ચેમ્પિયનશીપમાં રમતા લાલબુત્શાહીનો સામનો ૬૪ કિગ્રા ફાઇનલમાં કઝાકિસ્તાનની મિલાન સફરોનોવા સાથે થયો હતો. પોલીસ વર્કમાં કામ કરનાર અને ૨૦૧૯ વર્લ્‌ડ પોલીસ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર લાલબુત્સાહી અનુભવી સફારોનોવાને જરા પણ ડરાવી શકી નહીં અને તેણે જોરદાર મુક્કાબાજી કરી પણ મેચ ૨-૩થી હારી ગઈ.

ભારતને તેમનો બીજો રજત મળ્યો, આ પહેલા મેરી કોમે તેનું રેકોર્ડ છઠ્ઠું ગોલ્ડ ગુમાવ્યું. ૫૧ કિગ્રા વર્ગની ફાઇનલમાં મેરી કોમને બે વખતની વર્લ્‌ડ ચેમ્પિયન નાઝિમ કાઝાબેએ ૩-૨થી પરાજય આપ્યો હતો. આ હાર સાથે મેરી કોમનું એશિયન ચેમ્પિયનશીપમાં રેકોર્ડ છ ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન હજી પૂર્ણ થયું નથી. મેરી કોમે સાતમી વખત એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઈ બીજી વખત સિલ્વર મેડલ જીત્યો છે.