નવી દિલ્હી

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મહિલા ટીમની સ્પિનર રાજેશ્વરી ગાયકવાડ અને બેટ્‌સમેન પૂનમ રાઉતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના મહિનાના પ્લેયર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ભુવનેશ્વરે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ૪.૬૫ ઇકોનોમી રેટથી છ વિકેટ ઝડપી હતી, જ્યારે પાંચ મેચની ટી -૨૦ સિરીઝમાં ચાર વિકેટ લીધી હતી.

રાજેશ્વરીએ સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની વનડે સિરીઝમાં ૩.૫૬ ના ઇકોનોમી રેટથી આઠ વિકેટ લીધી હતી, જ્યારે ત્રણ મેચની ટી -૨૦ શ્રેણીમાં ચાર વિકેટ લીધી હતી.

પૂનમે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ૨૬૩ રન બનાવ્યા હતા અને તે વન ડે સિરીઝમાં ભારત માટે ટોચનો સ્કોરર હતી. તેણે આ સિરીઝમાં એક સદી અને બે અડધી સદી ફટકારી હતી.