01, ઓગ્સ્ટ 2020
891 |
ક્વીન્સલેન્ડ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર એલિસ્ટર મેકડરમોટે ૨૯ વર્ષની ઉમરમાં ક્રિકેટના બધા પ્રારૂપોથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. એલિસ્ટર મેકડરમોટે સતત ઈજા રહેવાના કારણે આ નિર્ણય લીધો છે. ૨૦૦૯ માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર એલિસ્ટર મેકડરમોટે પોતાની કારકિર્દીમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે.
આપણે ત્યાં કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા સ્વાભાવિક રીતે જ કોઇ સફળ બાપની સરખામણી તેના પુત્ર સાથે કરવામાં આવે. જ્યારે કોઇ વ્યક્તિ વધારે સફળ થાય ત્યારે તેના પુત્રની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે.