નેધરલેન્ડ 

સપ્ટેમ્બરમાં નેધરલેન્ડની ઘરેલુ ફૂટબોલ લીગ ઈરેડીવીસીની શરૂઆત થઈ ગઈ હતી. જોકે, સ્ટેડિયમમાં અત્યારે ફેન્સના પ્રવેશ પર પ્રતિબંધ છે. હિરનવીન અને એફસી એમેનની મેચ દરમિયાન સ્ટેડિયમ ખાલી ન હતું. હિરનવીનના 27 હજારની ક્ષમતાવાળા ઘરેલુ સ્ટેડિયમ એબે લેન્ટ્રા સ્ડેટિયમની સીટો પર 15 હજાર ટેડી બિયર મુકાયા હતા. આ ટેડી બિયરને મુકવાનો ઉદ્દેશ્ય બાળકોના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હિરનવીન ક્લબે ત્યાંના પીડિયાટ્રિક ઓન્કોલોજી ફાઉન્ડેશન સાથે મળીને આ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

આ ટેડીબિયર 24 કલાકમાં જ વેચાઈ ગયા અને તેમાંથી 1.75 કરોડની રકમ એકઠી કરાઈ હતી. મેચમાં હિરનવીન ક્લબે એફસી એમેન ક્લબને 4-0થી હરાવી હતી. હેન્ક વીરમને 26મી, 74મી, બેન્જામિન નાએગ્રેને 29મી અને રોડની કોંગોલોએ 71મી મિનિટમાં ગોલ કર્યો હતો.