IPLમાં કિંગ કોહલી બન્યો "વિરાટ"આ કારનામું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
23, એપ્રીલ 2021

મુંબઇ

ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) નો કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઇતિહાસમાં 6,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.રાજસ્થાન રોયલ્સ સામેની શરૂઆતની વિકેટ માટે દેવદત્ત પાદિકલની સાથે શાનદાર સદીની ભાગીદારીમાં અડધી સદી ફટકારનાર કોહલી લેન્ડમાર્ક પર પહોંચવા માટે 1 ફાઈન લેગ રમ્યો હતો. 6000 રનના લેન્ડમાર્ક પર પહોંચતા પહેલા રાઈટ હેન્ડેડ બેટ્સમેન આ આઇપીએલ સીઝનની તેની પહેલી અડધી સદી સુધી પહોંચ્યો હતો.વિરાટ કોહલી સુરેશ રૈના (5448) અને શિખર ધવન(5428) કરતા ઘણો આગળ છે. જે બંન્ને માત્ર 500 રન પાછળ છે વિરાટ કોહલીથી. ગુરુવારે RR સામેની મેચ કોહલીની 196 મી મેચ હતી. તેણે IPL કારકિર્દીમાં 500 થી વધુ ચોગ્ગા અને 200 થી વધુ છગ્ગા ફટકાર્યા છે. RR સામેની રમત પહેલા, તેણે સિઝની પહેલી મેચમાં 33 રન કર્યા હતા અને બીજી મેચમાં 5 રન કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution