નવી દિલ્હી

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝનની શરૂઆત ૯ એપ્રિલથી થશે. ૧૦ એપ્રિલે ચેન્નઇ સુપર કિંગ્સ આઇપીએલમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરશે. હાલ માર્ચના બીજી સપ્તાહમાં ધોનીની કેપ્ટનશિપવાળી આ ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. ૧૬ માર્ચે ચેન્નઇ સુપર કિંગ્સે એક પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પ્રેક્ટિસ મેચમાં અડધીસદી મારી અને આ દરમિયાન છ સિક્સ પણ ફટકારી હતી.ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેનાર ધોનીએ આઇપીએલમાં રમતાં રહેવાનું નક્કી કર્યું હતું. ગયા વર્ષે આઇપીએલમાં ધોની બોટિંગ દ્વારા કોઇ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો. તેની ટીમ પ્લેઓફ સુધી પણ પહોંચી શકી નહોતી. આવામાં ૨૦૨૧માં તે પોતાની ટીમ માટે યાદગાર પારીઓ રમવાનું જરૂર ઇચ્છશે. સાથે જ ધોની પોતાની ફિટનેસને લઇને પણ ખાસ ધ્યાન રાખી રહ્યો છે. પ્રેક્ટિસ સેશનના વીડિયો જોઇને પણ તેમને આનો ખ્યાલ આવી જશે. ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તે બાદ પાછલા વર્ષે આઇપીએલમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, શું આ તેની છેલ્લી આઇપીએલ છે તો તેણે કહ્યું હતું કે, બિલકુલ નહીં. આ સિઝનમાં ધોની ઇચ્છશે કે તે પોતે સારું પ્રદર્શન કરે અને ટીમ પણ ટુર્નામેન્ટમાં આગળ સુધી જાય.