નવી દિલ્હી,તા.૯

કોરોના કાળ પુરો થયો બાદ હવે આ વર્ષના અંતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં ટકરાવવાની છે. ટીમ ઇÂન્ડયા માટે આ એક મોટો પ્રવાસ અને ટૂર્નામેન્ટ બની રહેશે. આ સીરીઝને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે ભારતના કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનો માટે ખતરરૂપ ગણાવી દીધો છે. 

ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલના મતે ભારતનો આ કાંડાનો Âસ્પનર કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનો માટે ખતરનાક સાબિત થશે. બેટ્‌સમેનોને પરેશાન કરી દેશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમાશે. ચેપલે ઇએસપીએન ક્રિકઇન્ફોમાં લખેલી પોતાની કાલમમાં લખ્યું- કુલદીપ યાદવના કાંડા Âસ્પન ઓસ્ટ્રેલિયન પીચો પર વિકેટો લેવામાં કારગર સાબિત થઇ શકે છે. પસંદગીકારો માટે આ નિર્ણય લેવો બહુ બહાદુરીનુ કામ હશે. 

કુલદીપ તે ટીમનો ભાગ હતો જેને ગઇ વખતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતી હતી. લેફ્ટ આર્મ કુલદીપ તે પ્રવાસમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પણ હતો, જે મેચ ડ્રા રહી હતી. કુલદીપે પહેલી ઇનિંગમાં ૯૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ચેપલનુ માનવુ છે કે ભારતીય પસંદગીકારોને Âસ્પન વિભાગામં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેદા અને કુલદીપ યાદવમાંથી કોઇએકની પસંદગી કરવી ખુબ મુશ્કેલભર્યો નિર્ણય હશે.