/
મહિલા બોક્સર સરીતા દેવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો 

ભારતની અનુભવી અને સ્ટાર મહિલા બોકસર સરીતા દેવી અને તેના પતિ થોઈબા સિંઘ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસને કારણે દેશના ઘણા રમતવીરો પોઝિટિવ આવ્યા છે અને તેને કારણે તેમની રમત પર પણ અસર પડી છે. સરીતા દેવીના પતિ થોઈબા સિંધે જ માહિતી આપી હતી કે તે અન તેન પત્ની સરીતા કોરોનાગ્રસ્ત બન્યા છે.

હવે કોરોના સેન્ટર ખાતે તેમની સારવાર ચાલી રહી છે. થોઈબા સિંઘે જણાવ્યું હતું કે અત્યાર સુધી તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાયા ન હતા.તેણે જણાવ્યું હતું કે હવે તેમણે આ જાહેર કરી દીધું છે. તેનું કારણ એ છે કે છેલ્લા એક સપ્તાહમાં જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે અને આઇસોલેટ થઈ જાય.

હાલમાં ભારતીય બોક્સિંગ ટીમનો નેશનલ કેમ્પ પટિયાળામાં ચાલી રહ્યો છે. સરીતા દેવી આ કેમ્પમાં ભાગ લઈ રહી નથી પરંતુ તે તેના વતન મણીપુરમાં જ ટ્રેનિંગ લઈ રહી છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution