/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

યૂએઈમાં BCCIના મેડિકલ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ 

  પાછલા સપ્તાહે ચેન્નઈ સુપર કિંગ્સના 2 ખેલાડીઓ સહિત 13 સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હવે આઈપીએલ-2020મા કોરોના સાથે જોડાયેલા કેસોની સંખ્યા 14 થી ગઈ છે , કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની મેડિકલ ટીમના એક સભ્યનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની પુષ્ટિ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા સૂત્રએ કરી છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમના સભ્યનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે મેડિકલ ટીમના એક સિનિયર સભ્યનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ સૂત્રોએ ખાતરીપૂર્વક જણાવ્યું છે. તેઓ સિનિયર મેડિકલ ઓફિસર છે, એટલે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે તેઓ કોઈની પણ સાથે સંપર્કમાં નથી આવ્યા અને સંભવતઃ UAEની તેમની યાત્રા દરમ્યાન આ ચેપ લાગ્યો હોવાની આશંકા છે. તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે અને આશા છે કે તેમનો આગામી ટેસ્ટ કરવામાં આવે ત્યાં સુધી તેઓ સ્વસ્થ થઈ ચૂક્યા હશે. બીજી બાજુ, બેંગલુરુમાં NCAના બે સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું. 29 ઓગસ્ટે BCCIએ પુષ્ટિ કરી હતી કે બે ખેલાડીઓ સહિત 13 કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ પોઝિટિવ છે. જોકે બોર્ડે આ ખેલાડીઓ કઈ ટીમના છે એ નહોતું જણાવ્યું. ખેલાડીઓ અને કર્મચારીઓની ઓળખ પણ સામે નથી આવી. 

આ બે ખેલાડીઓ અને 13 કર્મચારીઓની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હતા.ની મેડિકલ ટીમ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી છે, એમ બોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું હતું. પહેલી સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સના CEO કેસી વિશ્વનાથને પુષ્ટિ કરી હતી કે તેમના ત્યાં હવે કોઈ કોરોનાગ્રસ્ત નથી. તેમણે એ પણ કહ્યું હતું કે અગાઉ જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના 14 દિવસના ક્વોરોન્ટાઇન સમયગાળો પૂરો થયા પછી પણ ફરી એક વાર કોરોન ટેસ્ટ કરવામાં આવશે. CEOએ કહ્યું હતું કે હાલ કોઈ નવો કેસ કેસ નથી નોંધાયો અને જે લોકોનો પહેલાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના સિવાય બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.  ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં ત્રણ જગ્યાએ દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાવાની છે.  ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલી વાર મંગળવારે રમાવાની છે. દરેક મેચ બપોરે અને સાંજે સામાન્ય કરતાં અડધો કલાક વહેલા રમાશે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution