પટના 

બિહાર ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ રહેલ દેવલ સહાયનું નિધન થયુ હતુ. ૭૩ વર્ષના દેવલ દાએ રાંચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હતા. રાંચી ક્રિકેટના ભીષ્મ પિતામહ ગણાતા દેવલ સહાય ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીના મેન્ટર હતા. ક્રિકેટ અને ફૂટબોલના શાનદાર ખેલાડી રહેલ દેવલ દા સેન્ટ્રલ કોલફીલ્ડસ લિમિટેડના નિર્દેશક પદથી સેવાનિવૃત્ત થયા પછી ૨૦૦૬માં રમત ગમત ક્ષેત્રથી પોતાને અલગ કરી દીધા હતા.

તેમના નિધનથી અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલ રમત ગમત પ્રેમીમાં શોકની લહેર છવાઇ ગઈ છે. દેવલ સહાયે ક્રિકેટમાં એટલો શાનદાર માહોલ તૈયાર કર્યો તેમની દેખરેખમાં એક ડઝનથી વધારે ક્રિકેટરો દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ છે. મહેન્દ્ર સિંહ ધોની, પ્રદીપ ખન્ના, આદિલ હુસૈન, અનવર મુસ્તફા, ધનંજય સિંહ, સુબ્રત દા જેવા ક્રિકેટર શામેલ છે.

જેમણે ધોનીને રેલવેથી સિસિએલમાં રમાડ્યો.દેવલ સહાયના નિધન થવાથી પૂર્વ રણજી ખેલાડી આદિલ હુસૈને કહ્યુ બિહારની ખૂબ જ સફળ રમતનાં સંચાલકના નિધનથી અમને દુઃખ છે. તે એક રમત વહીવટકર્તા જ નથી, અનેક ખેલાડીઓના વાલી પણ હતા. એમએસ ધોનીની બાયોપિક ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ માં પણ દેવલ સહાયની ભૂમિકા હતી. મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટની બુલંદીઓ પર પહોંચાડવામાં તેમનો સિંહ ફાળો રહ્યો.