ચેન્નાઇ

જ્યારે આઈપીએલ ૨૦૨૧ ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ. ૧૪.૨૫ કરોડમાં ખરીદ્યો હતો ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આઈપીએલ ૨૦૨૦ માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. પરંતુ હવે આઈપીએલ ૨૦૨૧ માં ગ્લેન મેક્સવેલે આરસીબીની પહેલી બે મેચમાં તેની બેટિંગથી ઘણા પ્રશ્નો મૌન કરી દીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ટીમની બીજી મેચમાં તેણે આતિશીથી અડધી સદી પણ ફટકારી હતી. તેણે ૪૧ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૯ રન બનાવ્યા. આ સાથે જ તેણે આઈપીએલમાં અડધી સદીનો દુષ્કાળ સમાપ્ત કર્યો. આ પહેલા તેણે છેલ્લે આઈપીએલ ૨૦૧૬ માં ફિફ્ટી ફટકારી હતી. આઈપીએલ ૨૦૨૦ માં તે પંજાબ કિંગ્સ સાથે હતો.