10, ફેબ્રુઆરી 2021
નવી દિલ્હી
ચાઇનીઝ મોબાઇલ નિર્માતા વીવો તેના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સ્થાનાંતરિત કરી શકે છે, જેમાં ડ્રીમ ૧૧ અને અનએકેડેમી રેસમાં આગેવાની લેશે. ડ્રીમ ૧૧ એ આઈપીએલ ૨૦૨૦ નો ટાઇટલ સ્પોન્સર હતો, જેણે ૨૨૦ કરોડમાં હક ખરીદ્યા. વિવોએ પાંચ વર્ષના કરાર માટે વાર્ષિક ૪૪૦ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સમજી શકાય છે કે ભારત અને ચીન વચ્ચેના રાજકીય સંબંધોમાં તનાવના પગલે વિવોનું માનવું છે કે આ ભાગીદારી ચાલુ રાખવી તે મુજબની નહીં. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, લગભગ નિશ્ચિત છે કે વિવોનો આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ કરાર પરસ્પર સંમતિથી સમાપ્ત થવાનો છે. તેને ૨૦૨૦ માં સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. તેની જાેગવાઈ છે કે તે નવા પ્રાયોજકને તેની બાકી જવાબદારી ચૂકવી શકે છે. જાે બોર્ડ તૈયાર જાય તો આ શક્ય છે. "આઈપીએલ ૨૦૨૨ માં નવ કે દસ ટીમો હશે અને તે સમજી શકાય છે કે નવા બોલી લગાવનારને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ટાઇટલ સ્પોન્સરશિપ હકો મળશે." સૂત્રએ કહ્યું, 'ડ્રીમ ૧૧ અને એકેડેમી વીવો સામે પ્રસ્તાવ મુકશે. અનએકેડેમી સહાયક પ્રાયોજક છે અને વિવો પાસેથી અધિકારો લેવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે. "