નવી દિલ્હી

BCCIએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારત સ્થાનિક ઘરેલુ ક્રિકેટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સાથે પરત ફરશે. BCCIએ કોરોના કાળ વચ્ચે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સુરક્ષા પ્રોટોકોલ  જારી કર્યા છે. આ પ્રોટોકોલ તમામ ક્રિકેટ એસોસિએશનને મોકલવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફરજિયાત રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તર્જ પર બહાર પાડવામાં આવેલા આ પ્રોટોકોલ માં સૌથી મહત્વપૂર્ણ બોલ પર લાળ લગાવી શકાશે નહી.

ક્રિકેટ મેચોમાં, બોલરો સ્વીંગ મેળવીને વિરોધી બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકવા માટે લાળ દ્રારા બોલને ચમકાવતા રહેતા હોય છે. પરંતુ BCCI ના સીક્યુરીટી પ્રોટોકોલ મુજબ, તેઓ 2020-21ની ડોમેસ્ટિક સીઝન દરમિયાન આવું કરી શકશે નહીં. કોવિડ -19 ના જોખમને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ એક વિગતવાર આરોગ્ય અને સલામતી પ્રોટોકોલ જારી કર્યો છે, જેમાં આ સિઝનમાં બોલ પર લાળનો પ્રતિબંધ શામેલ છે. 

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એમપીસીએ) ના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, 30 પાનાનો પ્રોટોકોલ અપાયો છે. જે 10 જાન્યુઆરીથી શરૂ થનાર સૈયદ મુસ્તાક અલી ટ્રોફી T20 ચેમ્પિયનશિપ, પહેલા રાજ્ય ક્રિકેટ સંગઠનોને મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ટી 20 ટૂર્નામેન્ટની સાથે ભારતની 2020-21 ડોમેસ્ટિક સીઝન શરૂ થવા જઈ રહી છે. આ આયોજન કોવિડ-19 ના ફાટી નીકળવાના કારણે લાંબા સમય પછી યોજવામાં આવ્યું છે. 

BCCI દ્વારા આ સત્રને લગતા પ્રોટોકોલમાં, તે બોલ્ડ અક્ષરોમાં છાપવામાં આવ્યું હતું, “ક્રિકેટ બોલ પર લાળ લગાવી શકાશે નહી.” પ્રોટોકોલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ક્રિકેટ બોલ કોઇ એવી વ્યક્તિ દ્વારા સંભાળવામાં આવે છે, જે બાયો બબલ વાતાવરણનો ભાગ નથી. તેવા સંજોગોમાં અમ્પાયર અથવા ટીમ સ્ટાફે બોલને ખેલાડીઓને આપવામાં આવે તે પહેલાં તેને સેનેટાઇઝ કરવા પડશે. 

પ્રોટોકોલમાં મેચ સ્થળ, હોટલ, તાલીમ સ્થળ અને પરિવહન દરમિયાન બાયો બબલ સુરક્ષીત વાતાવરણ બનાવી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. આ વાતાવરણ ખેલાડીઓ તેમજ ટીમના સપોર્ટ સ્ટાફ, મેચ અધિકારીઓ, મેચ અને સ્થળ વ્યવસ્થાપક જૂથો, પ્રસારણ કોમેન્ટેટર્સ અને અન્ય કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવશે. પ્રોટોકોલ મુજબ મેચમાં ભાગ લેનારા તમામ લોકોને સંબંધિત શહેરમાં આવ્યા પછી નિયત હોટલોમાં છ દિવસ માટે રાખવામાં આવશે અને આગમનના પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે RT-PCR પદ્ધતિ દ્વારા તેઓને કોવિડ-19 તપાસવામાં આવશે. પરિક્ષણમાં સંક્રમણ થી મુક્ત હોવાનુ નક્કિ થવા બાદ જ બાયો બબલ વાતાવરણાં સમાવેશ કરવામાં આવશે 

પ્રોટોકોલમાં કહેવામા આવ્યુ છે કે, ખેલાડી અને ટીમ સહાયક સ્ટાફ ના ટાળી શકાય એવા સંજોગો સિવાય જૈવ સુરક્ષા માહોલ ની બહાર જઇ શકાશે નહી. વાતાવરણ ની બહાર જવા પહેલા પોતાની ટીમના મેડિકલ અધીકારીની પરવાનગી લેવી પડશે. પ્રોટોકોલમાં એ પણ કહેવામા આવ્યુ છે કે, કોરોના થી સુરક્ષાને લઇને દિશા-નિર્દેશોના ઉલ્લંઘન પર ખેલાડી, સ્ટાફ સામે BCCI અનુશાસનાત્મક પગલા ભરશે.