યુએઈમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન સાથે ફ્રેન્ચાઇઝીઓ મેચ નહીં યોજવાના દિવસે ખેલાડીઓ શું કરશે તેના પર ધ્યાન આપી રહી છે. તેનું એક માત્ર કારણ એ છે કે કોવિડ-19ના કારણે ખેલાડીઓ અગાઉની સિઝનની માફક હોટેલની બહાર જઇ શકશે નહીં. તેમ જ બીસીસીઆઈએ ટીમોને પરિવારને સાથે લઇ જવાની મંજૂરી હજુ સુધી આપી નથી.

એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, આ વખતે IPL દરમિયાન એક્સ્બોક્સ અને ગેમિંગ સુવિધાઓ હાવી રહેશે. એ વાતથી હેરાન ન થતા કે ખેલાડીઓ આ બે મહિના દરમિયાન આઈપીએલથી વધારે ફિફા રમશે. તેમણે ઉમેર્યું કે, તેની સાથે ફૂટબોલ એ એક એવી રમત છે કે ખેલાડીઓમાં ખૂબ પ્રચલિત છે તેના સિવાય પૂલ અને ટેનિસ પણ ખૂબ પ્રખ્યાત છે. તમારે એવું વાતાવરણ બનાવવું પડશે કે જ્યારે મેચ ન હોય ત્યારે ખેલાડીઓ ટીમ રૂમમાં આવવા માટે ઉત્સાહિત રહે.આ બાબતને સમર્થન આપતા અન્ય ફ્રેન્ચાઇઝીના અધિકારીએ કહ્યું કે, 'તમે નેટફિલ્ક્સ પર ફિલ્મ જોઈ શકો છો, તે સારી બાબત છે. તમે તમારા રૂમમાં પણ આ કરી શકો છો. ખેલાડીઓને વ્યસ્ત રાખવા માટે અમારે કાંઇક અલગ વિચારવું પડશે. તે ચોક્કસપણે અમારા માટે એક પડકાર બની રહેશે, ખાસ કરીને જ્યારે ખેલાડીઓનાં પરિવારો સાથે ન હોય. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ અમે બીસીસીઆઈ સાથે આ બાબતે ચર્ચા કરીશું.'