દિલ્હી-

ટોક્યો ઓલિમ્પિક જતા અગાઉ જ એઅફઆઇએ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટનો ર્નિણય કર્યો છે. શુક્રવારે પેડેસ્ટ્રીયન એથલેટ કેટી ઇરફાન અને ભાવના જાટનો ફિટનેસ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર ૨૧ જૂલાઇએ પોતાની ફિટનેશ સાબિત કરશે. ફિટનેશ પાસ કરવા બાદ જ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે. આ ત્રણેય હાલમાં બેંગ્લોરમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા (એસએઆઈ)ના કેન્દ્રમાં અભ્યાસ કરી રહ્યા છે.

એએફઆઈના અધ્યક્ષ આદિલ સુમરીવાલાએ આ સંદર્ભે વાત કરી હતી. તેઓએ કહ્યુ હતું કે, અમે અનફીટ એથલેટને ઓલિમ્પિક લઇ જઇ શકતા નથી. અમારે એ જાેવુ પડશે કે, એથલેટ એ ક્યારે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ અને તેઓ ઇજામુક્ત અને ઓલિમ્પિક માટે ફિટ છે કેમ. તેઓએ કહ્યું, આ એક ફિટનેસ પરીક્ષણ છે અને અમે કોઇ પણ રીતે ક્વોલિફિકેશન માપદંડોની પરખ નથી કરી રહ્યા.

ઇરફાન ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર ટ્રેક અને ફિલ્ડના પ્રથમ એથલેટ હતો. તેણે માર્ચ ૨૦૧૯ માં માં જાપાનના નોમીમાં એશિયાઇ વોકિંગ રેસ ચેમ્પિયનશીપ દરમ્યાન ક્વોલિફાઇ કર્યુ હતું. તેની અંતિમ ટૂર્નામેન્ટ રાંચીમાં રાષ્ટ્રીય વોકિંગ રેસ ચેમ્પિયનશીપ હતી. જેમાં તેણે રેસ પુરી કરી હતી. ત્યારબાદ મે મહિના દરમ્યાન તે કોવિડ-૧૯ પોઝિટિવ જણાયો હતો, જેમાંથી તે સ્વસ્થ થઇ ચુક્યો છે.

ભાવના જાટ એ કોરોના મહામારી શરુ થવાના પહેલા નેશનલ વોકિંગ રેસ ચેમ્પિયનશીપ ૨૦૨૦ માં ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. તે આ વર્ષે માર્ચ મહિનામાં રાંચીમાં યોજાયેલ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ દરમ્યાન પ્રિયંકા ગોસ્વામી બાદ બીજા સ્થાન પર રહી હતી. પ્રિયંકા ગોસ્વામી પણ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહી છે. તેણે કહ્યું, મારો આજે ફિટનેસ ટેસ્ટ હતો અને મે સારુ કર્યુ હતું, મારા પ્રદર્શનથી હું સંતુષ્ટ છું.

શ્રીશંકર ૨૧ જૂલાઇએ બેંગ્લોરમાં ફિટનેશ ટેસ્ટ કરાવશે. તેણે માર્ચ માસમાં રાષ્ટ્રીય સિનીયર ફેડરેશન કપ એથલેટિક્સ ચેમ્પિયનશીપ દરમ્યાન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ હતું. તે રાષ્ટ્રીય આંતર રાજ્ય ચેમ્પિયનશીપમાં પોતાની સ્પર્ધા શરુ થવા પહેલા જ હટી ગયો હતો. એએફઆઇ એ ૨૩ જુલાઇથી શરુ થનાર ઓલિમ્પિક માટે ૨૬ સભ્યોની ટીમને પસંદ કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં એથલેટિક્સની સ્પર્ધાઓ ૩૦ જૂલાઇ થી શરુ થશે. ભારતીય એથલેટો આ મહિનાના અંતિમ સપ્તાહમાં ટોક્યો જવા રવાના થવાની સંભાવના છે.