દોહા

વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ડર સિરીઝમાં ગુરુવારે ભારતનું અભિયાન સમાપ્ત થયું છે. જેમાં પુરૂષ સિંગલ્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શરત કમલ વિશ્વના સાતમા ક્રમાંકિત લિન યુન ઝુ થી સામે હાર્યા હતો.

૩૮ વર્ષિય ભારતીય શરત લિન સામે ૬-૧૧, ૪-૧૧, ૮-૧૧ થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વનો ૩૨મો નંબરનો શરત કોવિડ-૧૯ રોગચાળાને કારણે એક વર્ષના વિરામ બાદ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહ્યો હતો. તેનાથી ઊંચી રેન્કિંગ ધરાવતો લિન સામે અંતે સારો પડકાર રજૂ કર્યા પછી તે લય પ્રાપ્ત કરી શક્યો નહીં.

આ અગાઉ મનિકા બત્રા અને શ્રીજા અકુલા પણ મહિલા સિંગલ્સ કેટેગરીમાં છેલ્લા ક્વોલિફાઇંગ રાઉન્ડ મેચ હારી ગઈ હતી. મણિકા ગાઓન ગેપોનોવા સામે ૫-૧૧, ૬-૧૧, ૧૪-૧૨,૫-૧૧ થી પરાજિત થઈ જ્યારે શ્રીજા રશિયાની મારિયા ટેલકોવા સામે ૯-૧૧,૧૧-૫, ૧૧-૬, ૬-૧૧, ૫-૧૧ થી હારી ગઈ.