કાઠમંડુ,તા.૨૭

નામીબિયાના બેટ્‌સમેન જાેન નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે રેકોર્ડબ્રેક ઈનિંગ્સ રમીને ્‌૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ સદી માત્ર ૩૩ બોલમાં ફટકારી હતી. આ પહેલા આ રેકોર્ડ નેપાળના કુશલ મલ્લના નામે હતો. જેણે ૨૦૨૩માં નામિબિયા સામે ૩૪ બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પરંતુ મંગળવારે જ્હોન નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે ્‌૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ૫માં નંબર પર બેટિંગ કરવા આવેલા જાેન નિકોલ લોફ્ટી ઈટનને પોતાની ઈનિંગમાં ૧૧ ફોર અને ૮ સિક્સર ફટકારી હતી.આ પહેલા ્‌૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નેપાળના કુશલ મલ્લના નામે હતો. તેણે ૨૦૨૩માં નામિબિયા સામે ્‌૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે કુશલ મલ્લાએ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્‌સમેન ડેવિડ મિલરનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ હવે નામીબિયાના બેટ્‌સમેન જાેન નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે સૌથી ઝડપી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.જાેન નિકોલ લોફ્ટી ઈટનને નેપાળ સામે મુશ્કેલ સંજાેગોમાં આ ઈનિંગ રમી હતી. હકીકતમાં, એક સમયે નામિબિયાએ ૧૦ ઓવરમાં ૬૨ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી ૫મા નંબરે બેટિંગ કરવા આવેલા જાેન નિકોલ લોફ્ટી ઈટન પહેલા બોલથી જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. તેણે મેદાનની દરેક બાજુએ તેના શ્રેષ્ઠ શોટ ફટકાર્યા હતા. ઓછા સમયમાં, તેણે ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં માત્ર ૩૩ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.નિકોલ લોફ્ટીની આ ઈનિંગમાં તેણે ૧૧ ચોગ્ગા અને ૮ છગ્ગા ફટકાર્યા હતા.