નવી દિલ્હી

ઇંગ્લેંડની મહિલા ફુટબોલમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. 32 જેટલા કેસ સામે આવ્યા હોવાની જાણકારી આવી છે. મુખ્ય બે ફુટબોલ લીગ માં 864 ખેલાડીઓ અને ક્લબ સ્ટાફને લઇને પરીક્ષણ કરવામાં આવતા આ પોઝિટીવ કેસો મળી આવ્યા છે. મહિલા સુપર લીગ અને મહિલા ચેમ્પિયનશીપમાં સાપ્તાહિક પરીક્ષણ બાદ આ જાણકારી અપાઇ હતી. ઇંગ્લીશ ફુટબોલ સંઘ  દ્રારા ઘોષિત આ સૌથી વધુ આંક કોવિડ-19નો સામે આવ્યો છે. 

ઇંગ્લેંડમાં કોવિડ-19ના નવા સંક્રમણ ફેલાવાને લઇને ચિંતાઓ સતાવી રહી છે. આ દરમ્યાન જ મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ મામલા સામે આવવા ચિંતાનો વિષય છે. કુલ પરીક્ષણના લગભગ ચારેક ટકા કેસ પોઝિટીવ સામે આવ્યા છે. 

આ પહેલા ઇંગ્લીશ ફુટબોલ સંઘ દ્રારા 19 થી 25 ઓક્ટોબર દરમ્યાન 10 કેસ પોઝિટવ મળ્યાની જાણકારી આપી હતી, ગત રવિવારે મેચ રમાયા બાદ આગળના મહિના સુધી હાલમાં શિયાળુ બ્રેક છે.