બ્રિસ્બેન

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 2 વિકેટે 62 રન કર્યા છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર ઊભા છે. અત્યારે ટી બ્રેક પછી વરસાદના લીધે મેચ શરૂ થઈ નથી. કાંગારું પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ થયું હતું. 

શુભમન ગિલ 7 રને પેટ કમિન્સની બોલિંગમાં સ્ટીવ સ્મિથ દ્વારા સેકન્ડ સ્લીપમાં કેચ આઉટ થયો હતો. તે પછી રોહિત શર્મા નેથન લાયનની બોલિંગમાં મોટો શોટ રમવા જતા મિચેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 74 બોલમાં 6 ફોરની મદદથી 44 રન કર્યા હતા. 

ઓસ્ટ્રેલિયા ભારત સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 369 રનમાં ઓલઆઉટ થયું છે. કાંગારું માટે માર્નસ લબુશેને કરિયરની પાંચમી સદી ફટકારતા 108 રન અને કેપ્ટન ટિમ પેને નવમી ફિફટી ફિફટી મારી 50 રન કર્યા. તે સિવાય કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વી. સુંદરે 3-3, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.​​​