લિયોનલ મેસ્સીએ ટીમથી પોતાની અલગ પ્રેક્ટિસ કરી
05, જુન 2020 495   |  

મૈડ્રિડ.તા.૪

લિયોનલ મેસ્સીએ બુધવારના બાર્સિલોનાની ટીમ સાથે અભ્યાસ કર્યો નહીં.ત્યાર બાદ એણે આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલ લા લીગા ફુટબોલ ચેમ્પિયનશીપની પહેલી મેચમાં રમવાથી લઈને શંકા લાગી રહી છે. જાકે બાર્સિલોનાએ કહ્યું કે મેસ્સીને લઈને ચિંતાની કોઈ વાતનથી કારણે કે તેણે ફક્ત જીમમાં સમય વિતાવવાને પ્રાથમિકતા આપી પરંતુ મીડિયા અહેવાલ મુજબ મામલો કંઈ બીજા છે. સૂત્રો મુજબ મેસ્સીની જાંઘની માંસપેશીઓમાં હળવું ખેંચાણ આવી ગયું છે અને જેથી એનું બાર્સિલોનાની ૧૩ જૂનના માલોર્કાના સામે થનાર મેચમાં રમવું શંકાસ્પદ છે. કોરોના વાઈરસ મહામારીને કારણે પાછલા લગભગ ૩ મહિનાથી પ્રતિસ્પર્ધાઓ ઠપ્પ પડી છે અને આ વાપસી બાદ બાર્સિલોનાની પહેલી મેચ હશે. અહેવાલમાં એમ કહેવાયું છે કે મેસ્સીની ઈજાની વાસ્તવિક સ્થિતિની ખબર કરવા માટે એનું પરીક્ષણ કરવામાં આવ્યું. જાકે બાર્સિલોના આની પુષ્ટિ કરતાં નથી. ટીમ ગુરુવારે વિશ્રામ કરશે અને ફરી શુક્રવારથી અભ્યાસ પર પરત ફરશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution