વડોદરા

સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બરોડાએ ગુજરાતને ૧૨ રને હરાવને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કરી લીધો છે. બરોડા ગુ્રપ-સીની ચારેય મેચમાં અપરાજીત રહ્યુ હતું. એફબી કોલોનીના મેદાન પર રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને બરોડાને બેટિંગમાં ઉતાર્યા પછી વિષ્ણુ સોલંકીના અણનમ ૫૯ અને અભિમન્યુસિંહ રાજપૂતના ૧૭ બોલમાં ૩૪ રનની મદદથી બરોડાએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૬ રન કર્યા હતા. તેના જવાબમાં ગુજરાત ૯ વિકેટે ૧૬૪ રન કરી શકતા ૧૨ રને હારી ગયું હતું.

બરોડાના ઓપનર કેદાર જાધવે ૨૬ અને સ્મિત પટેલે ૩૪ કરીને સારી શરુઆત કરી હોવા છતાં તેને મોટો સ્કોરમાં પરિવર્તીત કરી શક્યા ન હતા. ગુજરાતના કેપ્ટન અક્ષર પટેલે ૧૩ રન આપી બે વિકેટ ઝડપી અત્યંત ચુસ્ત બોલિંગ કરી બરોડાને અંકુશમાં રાખ્યું હતું. પણ સોલંકીએ આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પરિપક્વ ઇનિંગ્સ રમતા અને રાજપૂતે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આક્રમક રમત રમી બરોડાને સન્માનજનક સ્કોરે પહોંચાડયું હતું. બંનેએ ચોથી વિકેટની ૫૦ રનની મહત્ત્વની ભાગીદારી નોંધાવી હતી. 

ગુજરાત પણ ધુ્રવ રાવલના ૪૧ અને પ્રિયેશ પટેલે ૧૭ રન કરી પ્રથમ વિકેટની ૬૦ રનની ભાગીદારી નોંધાવી તેનો ફાયદો ઉઠાવી શક્યુ ન હતું. આ સિવાય વન-ડેાઉન આવેલા કેપ્ટન અક્ષર પટેલે ૩૬, ચિરાગ ગાંધીએ ૨૫ અને નબર છ રિપલ પટેલે ૨૯ રન કરી વિજયની આશા ૂઊભી કરી હતી, પરંતુ બરોડાના બોલિંગ આક્રમણ સામે નિયમિત અંતરે ગુજરાતની વિકેટો પડતી ગઈ હતી. બરોડાના ડાબેરી સ્પિનર નિહાદ રાઠવાએ ચાર રન આપી ૩ વિકેટ ઝડપી હતી. તેને ભાર્ગવ ભટ્ટે ૨૮ રન આપી બે વિકેટ ઝડપી સારો ટેકો આપ્યો હતો.