નવી દિલ્હી

ભારતના સિંઘરાજે અહીં અલ આઇન ૨૦૨૧ વર્લ્ડ શૂટિંગમાં પેરા સ્પોર્ટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. તેણે પી-૧ મેન્સની ૧૦ મીટર એર પિસ્તોલ એચએચ-૧ ફાઈનલમાં ટોચનુ સ્થાન મેળવ્યું. સિડની ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા સિંઘરાજે રિયો ૨૦૧૬ ના બ્રોન્ઝ મેડલ વિજેતા સર્વર ઇબ્રાગિમોવને ૨.૮ પોઇન્ટથી હરાવ્યો હતો. અંતિમ સ્કોર ૨૩૬.૮–૨૩૪ હતો.

અંતિમ શ્રેણી પહેલા ઇબ્રાગિમોવ માત્ર ૦.૧ પોઇન્ટથી આગળ રહ્યો હતો. અંતિમ શ્રેણીમાં ભારતીય શૂટર ૯.૯ અને ૧૦. ૪ નો નિસાન લગાવ્યો જ્યારે ઉઝબેકિસ્તાન શૂટરએ ૯.૫ અને ૭.૯ પોઇન્ટથી સિલ્વર જીત્યો. ભૂતપૂર્વ તુર્કી પેરાલિમ્પિક ચેમ્પિયન મુહ્રેમ કોહરાન યામકે ૨૧૪.૪ પોઇન્ટથી કાંસ્ય પદક જીત્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા મનીષ નરવાલને ૧૯૪.૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. પી-૩ મિક્સ ૨૫ મીટર એર પિસ્તોલ એસએચ ૧ માં બ્રોન્ઝ મેડલ જીતનાર રાહુલ જાખાર આઠમા ક્રમે રહ્યો. સિંઘરાજે કહ્યું, 'લાંબા સમય પછી આ ગોલ્ડ જીતીને હું ખૂબ જ ખુશ છું. આ વર્લ્ડ કપ પહેલા મને વિશ્વાસ હતો કે મને અહીં સારું પરિણામ મળશે કારણ કે કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન મેં ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી હતી. "