સુરત-

BCCI દ્વારા દિલ્હી ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં સુરત શહેરના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.તેમાં સુરતના આર્ય દેસાઈ ઓપનિંગ બેટ્સમેન તરીકે જાણીતા છે. બીજા નંબરના ખેલાડી કિશન ગુપ્તા જેઓ ઓલ રાઉન્ડર છે. યશ સોલંકી વિકેટકીપર છે. સેન પટેલ પેસ બોલર છે અને હર્ષિલ પટેલ પણ પેસ બોલર છે. આ પાંચ ખેલાડીઓની સૌપ્રથમ વખત સુરતમાંથી પસંદગી કરવામાં આવી છે. આ પહેલા સુરતમાંથી બે થી ત્રણ જ ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. BCCI દ્વારા દિલ્હી ખાતે 27 સપ્ટેમ્બરના રોજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. તેમાં ગુજરાતની ટીમમાં સુરત શહેરના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરતના આર્ય દેસાઈની ગુજરાતની ટીમના સુકાની તરીકે તેમની વરણી કરવામાં આવી છે. દેસાઈ આઠ વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેમની અંડર-14-16 બાદ અંડર-19માં પસંદગી કરવામાં આવી છે. BCCI દ્વારા આયોજિત દિલ્હી ખાતે 27 સપ્ટેમ્બરથી અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. તેમાં ગુજરાતના સુરતની ટીમના 5 ખેલાડીની સૌપ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરતના જ આર્ય દેસાઈને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યાં છે