ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર આવી રહી હતી ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે આ ટીમ ભારતમાં ભારતને હરાવવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે. તેનું કારણ ઈંગ્લેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલ બેઝબોલ ક્રિકેટ હતું. જ્યારથી બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો અને બ્રેન્ડન મેક્કુલમ ટીમનો કોચ બન્યો ત્યારથી ઈંગ્લેન્ડે બેઝબોલ રમવાનું શરૂ કરી દીધું છે અને ભારત આવ્યા પહેલા આ ટીમે એક પણ ટેસ્ટ શ્રેણી ગુમાવી ન હતી. ભારત આવતાની સાથે જ તેમણે બેઝબોલ રમવાનું શરૂ કર્યું પરંતુ બેઝબોલ ક્રિકેટ ભારતમાં ન ચાલી અને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચાર મેચ પૂર્ણ થઈ ગઈ છે અને ભારતે ૩-૧ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ જીતીને આ શ્રેણી જીતી લીધી છે. આ હાર બાદ ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે ખુલાસો કર્યો છે કે તેમની ટીમ કેમ હારી. જાેકે ઈંગ્લેન્ડે આ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું હતું. ભારતે બીજી મેચમાં પુનરાગમન કર્યું હતું અને મેચ જીતીને શ્રેણી બરોબરી કરી લીધી હતી. રાજકોટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને વાપસી કરવાની તક આપી ન હતી અને શ્રેણીમાં લીડ મેળવી હતી. ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને શ્રેણી જીતી લીધી હતી.જાે કે રાંચી ટેસ્ટ બાદ બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું છે કે તેની ટીમની હારનું કારણ શું છે. બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે તેની ટીમ જ્યારે જરૂર હતી ત્યારે સારું રમી શકી નથી. તેણે આનો શ્રેય પણ ભારતને આપ્યો અને કહ્યું કે સાચું કહું તો ભારત પણ શાનદાર રીતે રમ્યું અને તે અમારા કરતા સારી ટીમ હતી, અમે તેમની બરાબર ન રમી શક્યા. બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે તેને આ હારનો અફસોસ છે પરંતુ તેની ટીમે વધુ સારી ક્રિકેટ રમી છે. અમે ભારતને હરાવી શક્યા નથી અને એશિઝ જીતી શક્યા નથી.