ભારતીય વ્હિલચેર ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઉત્તરાખંડના હાલના કેપ્ટન રાજેન્દ્રસિંહ ધામી હાલના દિવસોમાં પથ્થર તોડીને પોતાના પરિવારની આજીવીકા ચલાવવા મજબૂર બન્યા છે. ધામી પિથૌરાગઢ જિલ્લામાં આવેલા પોતાના ગામ રાયકોટમાં મનરેગા યોજના મુજબ સડક નિર્માણમાં મજદૂરી કરી રહ્યા છે. પરંતું હવે તેની મુશ્કેલી જલદીથી દૂર થશે. પિથૌરાગઢના ડીએમએ ખેલ અધિકારીઓને ધામીને જલદીથી આર્થિક મદદ કરવા માટે કહ્ય્šં છે. હવે તે જલદીથી રાજ્યની કોઈ સ્વરોજગાર યોજનાથી લાભ મળવાની પણ ઉમ્મીદ દેખાઈ રહી છે.

એક ખાનગી સમાચાર પત્ર દ્વારા આ કેપ્ટનની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક પ્રશાસન તેમની મદદે દોડી આવ્યું છે. પિથૌરાગઢના ડીએમ ડો.વિજય કુમાર ઝોગદાંડેએ જણવ્યું હતું કે તેમની આર્થિક હાલત ખરાબ છે તેવુ જણાઈ રહ્ય્šં છે. અમે જિલ્લા રમત ગમત અધિકારીને જલદીથી તેમને પૈસા મોકલવા માટે કહેવામાં આવ્યું છે. તેણે મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના અથવા તો કોઈ અન્ય યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેથી તે ભવિષ્યમાં પોતાની આજીવિકા ચલાવી શકે.

કોવિડ-૧૯ના પગલે તેમની દરેક ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી છે. ધામીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દિવસોમાં અમે એક નક્કી થયેલી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના હતા. પરંતું કોવિડ-૧૯ના પગલે તેને સ્થગિત કરવામાં આવી છે. હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે મારી શૈક્ષણિક લાયકાત મુજબ મને નોકરી આપવામાં આવે. મજદૂરી શરૂ કર્યા પહેલા ધામી કેટલાક બાળકોને પિથૌરાગઢમાં જ ક્રિકેટ કોચિંગ આપતા હતા. પરંતું લોકડાઉનના પગલે બાળકોએ આવવાનું બંધ કર્યું. જેના પછી તે પણ તેના ગામ પરત ફર્યા. તેના ઘરે ઘરડા માં-બાપની સાથે એક ભાઈ અને એક બહેન પણ છે. લોકડાઉન પહેલા ભાઈ ગુજરાતની એક હોટલમાં નોકરી કરતો હતો. પરંતું હવે તે પણ બેરોજગાર છે. પરિવાર પાસે આ મુશ્કેલ સમયમાં ઘરનો ખર્ચ ચલાવવા માટે પણ પૈસા નથી. તો ધામીએ ફરી મનરેગા યોજનામાં ગામમાં મજદૂરી કરવાનું શરૂ કર્યું.