/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ખેલ રત્ન માટે એઆઈસીએફએ કોનેરુ હમ્પીને નોમિનેટ કરી

ચેન્નાઈ 

ગત મહિલા વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પીને અખિલ ભારતીય ચેસ ફેડરેશન (એઆઈસીએફ) દ્વારા પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત કરાયા છે. વિશ્વની ત્રીજી નંબરે ૩૪ વર્ષીય હમ્પીએ આગામી વર્ષે થનાર ફીડે મહિલા ઉમેદવારોની સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે અને તે ૨૦૨૦ માં ઓનલાઇન ચેસ ઓલિમ્પિયાડ જીતી ભારતીય ટીમનો પણ ભાગ હતી. 

હમ્પીને પહેલા પણ અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી મળી ચુક્યો છે. એઆઈસીએફના માનદ સચિવ ભરતસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે અર્જુન એવોર્ડ માટે વિદિત એસ ગુજરાથી, બી અધિબાન, એસપી સેથુરામન, એમઆર લલિત બાબુ, ભક્તિ કુલકર્ણી અને પદ્મિની રાઉતને નામાંકિત કરાયા છે. ગત વર્ષે ઓનલાઇન ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન છવીસ વર્ષના ગુજરાતી હતા. મેજર ધ્યાનચંદ એવોર્ડ માટે ગ્રાન્ડમાસ્ટર અને જાણીતા કોચ અભિજિત કુંટેને નામાંકિત કરાયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution