મુંબઈ-

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે હંમેશા લોકો ઉત્સુક હોય છે. ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં  ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. સૂત્રોએ આ અંગેની તારીખની પુષ્ટિ કરી છે. ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને સંયુક્ત અરબ અમિરાતમાં BCCI દ્વારા યોજનારાની પુરૂષોના ટી-20 વર્લ્ડ કપ 2021 માટે ગૃપની જાહેરાત કરી હતી. એકબીજાના કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનને સુપર 12ના ગૃપ-2માં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુપર 12ના ગૃપ 1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ છે. જ્યારે ગૃપ-2માં ભારત, પાકિસ્તાન, ન્યૂ ઝિલેન્ડ અને અફઘાનિસ્તાન છે. બંને ગૃપમાં 2-2 ટીમ વધુ જોડાશે, જેનો નિર્ણય ક્વાલિફાયર્સ મેચથી થશે.