રોમ
ઇટાલિયન ફેડરેશન (એફઆઈજીસી) ના વડા ગેબ્રિયલ ગ્રેવિનાએ કહ્યું છે કે જુવેન્ટસ હજી પણ સુપર લીગના સત્તાવાર સભ્ય છે અને તેથી ઇટાલીની ફૂટબોલ લીગ સિરી-એ માંથી બહાર થઇ શકે છે. ૬૭ વર્ષીય ગ્રેવિનાએ પત્રકારને કહ્યું અહીં માપદંડ એકદમ સ્પષ્ટ છે. ડીપીએના અહેવાલ મુજબ, ગ્રેવિનાએ કહ્યું હતું કે તે ચાહકોની માફી માંગશે પરંતુ કાયદો કાયદો છે અને તે દરેકને લાગુ પડશે." ગ્રેવિનાએ સ્પેનિશ ક્લબ્સ રીઅલ મેડ્રિડ અને બાર્સિલોના વિશે પણ વાત કરી, જે સુપર લીગની ૧૨ ક્લબમાંથી ત્રણ ક્લબ છે જેણે જુવેન્ટસ સાથે જોડાણ કરીને સુપર લીગ પ્રોજેક્ટને છોડી ન દેવાનો ર્નિણય કર્યો. તેમણે કહ્યું જુવેન્ટસ તે ત્રણ ક્લબમાં સામેલ છે જે વિરોધી છે. તે યુદ્ધ જેવું છે."