નવી દિલ્હી

ટોક્યો ઓલિમ્પિક ક્વોટા શૂટર દિવ્યાંશ સિંહ પવાર અને અર્જુન બાબુતાએ શુક્રવારે અહીં આઈએસએસએફ વર્લ્ડ કપના પ્રારંભના દિવસે પુરુષોની ૧૦ મીટર એર રાઇફલ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ૧૮ વર્ષના પવાર ૬૦ શોટની લાયકાતમાં ૬૨૯.૧ ના કુલ સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહ્યા છે જ્યારે ૨૦૧૬ ના આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપના કાંસ્ય ચંદ્રક વિજેતા બાબુતાએ કરણી સિંહ શૂટિંગ રેન્જમાં ૬૩૧.૮ પોઇન્ટ મેળવીને ત્રીજા સ્થાને રહ્યો હતો.

આ ઇવેન્ટમાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકોમાં, દીપક કુમારે ૬૨૬.૪ ના સ્કોર સાથે ૧૨ મો ક્રમાંક મેળવ્યો હતો અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો ન હતો. દક્ષિણ કોરિયાના તાયૈન નામ ૬૩૨.૧ પોઇન્ટ મેળવીને ક્વોલિફિકેશનમાં ટોચ પર છે, જ્યારે ઇઝરાઇલનો સર્જ રિક્ટર ૬૩૧.૮ પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યો છે. દિવ્યાંશે એપ્રિલ ૨૦૧૯ માં બેઇજિંગ વર્લ્ડ કપમાં ૧૦-મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યા હતા. વિશ્વના નંબર વન શૂટર દિવ્યાન્સ ટોક્યો ઓલિમ્પિક શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે મેડલની આશામાં છે.