ભારતીય બોક્સર કવિન્દર અને સંજીતે સિલ્વર મેડલ પાક્કો કર્યો
31, ઓક્ટોબર 2020

નવી દિલ્હી 

ભારતીય બોક્સર કવિન્દર સિંહ બિષ્ટ અને સંજીતે એલેક્સિસ વેસ્ટાઈન ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ તો પાકો કરી જ લીધો છે. ફ્રાન્સમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં એશિયન ચેમ્પિયનશિપના સિલ્વર મેડલિસ્ટ કવિંદરે ફ્રાન્સના બેનિક જ્યોર્જ મેકલુમિયનને 3-0થી હરાવ્યો. ફાઈનલમાં તેની ટક્કર ફ્રાન્સના જ સેમ્યુઅલ કિસ્ટોહરી સાથે થશે.

ઈન્ડિયા ઓપનના ગોલ્ડ મેડલિસ્ટ સંજીતે 91 કિગ્રામમાં અમેરિકાના શેરોડ ફુલ્હમને 2-1થી હરાવ્યો. ફાઈનલમાં સંજીત ફ્રાન્સના સોહેબ બોઆફિયા સામે રમશે. વર્લ્ડ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલિસ્ટ અમિત પંઘાલ પણ 52 કિગ્રાની ફાઈનલમાં પહોંચ્યો છે. તેણે અમેરિકાના બોક્સર ક્રિસ્ટોફર હેરેરાને હરાવ્યો છે. તેની કેટેગરીમાં માત્ર ચાર ખેલાડી છે.

આ માર્ચ પછી ભારતીય ખેલાડીઓની પ્રથમ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ છે. માર્ચમાં ભારતીયોએ જોર્ડનમાં ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચાર વખતના એશિયન મેડલિસ્ટ શિવા થાપાને બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો હતો. શિવાને 63 કિગ્રામ કેટેગરીમાં ફ્રાન્સના લ્યુનેસ હમરાઓએ 2-1થી હરાવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution