શાહીનના સ્થાને બાબરને કેપ્ટન બનાવાયો

ઇસ્લામાબાદ,તા.૩૧

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ ટીમે મોટો ર્નિણય લીધો છે. ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાને પોતાનો કેપ્ટન બદલ્યો છે. ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ ૨૦૨૩માં પાકિસ્તાનની કારમી હાર બાદ અનુભવી ખેલાડી બાબર આઝમે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે.

આ પછી શાહીન આફ્રિદીને ્‌૨૦ ક્રિકેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ નજીક આવતાં જ પાકિસ્તાને ફરી પોતાનો કેપ્ટન બદલ્યો છે. પાકિસ્તાને શાહીન આફ્રિદીને જાેરદાર ઝટકો આપ્યો છે. ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ૨૦૨૩માં પાકિસ્તાનની હાર બાદ બાબર આઝમને જાેરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. ચાહકો પાકિસ્તાનની હાર માટે બાબરને જવાબદાર ઠેરવી રહ્યા હતા. આ દરમિયાન બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચેના વિવાદના સમાચાર પણ સામે આવવા લાગ્યા હતા. પાકિસ્તાની ચાહકો માંગ કરી રહ્યા હતા કે બાબર પાસેથી કેપ્ટનશીપ છીનવીને શાહીન આફ્રિદીને કેપ્ટન બનાવવામાં આવે. આ દરમિયાન બાબરે પોતે કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ શાહીન આફ્રિદીને નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર બાબર આઝમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પીસીબીએ શાહીન આફ્રિદી પાસેથી કેપ્ટનશીપ છીનવીને બાબર આઝમને આ જવાબદારી સોંપી છે. આવી સ્થિતિમાં, જાેવાનું એ રહે છે કેટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનો ર્નિણય સાચો સાબિત થાય છે કે ખોટો. બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટનશીપ દરમિયાન પોતાની છાપ છોડી હતી. આ જ કારણ છે કે પીસીબીએ તેને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. બાબરે ૨૦ ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ૧૦માં જીત મેળવી છે જ્યારે ૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય બાબરે ૪૨ ર્ંડ્ઢૈં મેચોમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી ૨૬ મેચ જીતી હતી, જ્યારે ૧૪ મેચ હારી હતી. આ સિવાય બાબરે ૭૧ ટી૨૦ મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ૪૨ મેચ જીતી છે, જ્યારે ૨૩ મેચ હારી છે. બાબર આઝમ પાકિસ્તાનનો કેપ્ટન બનવા લાયક છે, એટલા માટે ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા ઁઝ્રમ્એ શાહીન આફ્રિદી પાસેથી કેપ્ટનશીપ છીનવીને બાબરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution