કોલકત્તા

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હ્રદય રોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગાંગુલીના જલ્દીથી સાજા થવા અંગે આશા જતાવી છે. પીએમ મોદીએ ગાંગુલીની પત્નિ ડોના ગાંગુલીને ફોન કરીને વાત કરી હતી. તેમણે ગાંગુલીના સ્વાસ્થ્ય અંગેની જાણકારી પુછી હતી હતી અને તેમની સ્થિતી જાણી હતી. દરમ્યાન સૌરવ ગાંગુલી સાથે પણ વડાપ્રધાન મોદીએ વાતચીત કરી હતી.

ગાંગુલીને શનિવારે પોતાના ઘરે ટ્રેડમીલ પર દોડવા દરમ્યાન છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઈને તેમના પરીવારજનો તેમને કલકત્તાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને ક્રિટીકલ કેર યુનિટમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ હોવાનું નિદાન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને તેમના સાજા થવા અંગેની આશાઓ જતાવી હતી. સાથે જ તેમના હાલચાલ પૂછ્યા હતા. 

પુર્વ દિગ્ગજ ક્રિકેટર અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યના હાલચાલ પુછવા માટે હોસ્પિટલની મુલાકાત બંગાળના નેતાઓએ કરી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પણ તેમની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમજ સીપીએમ નેતા સીતારામ યેચુરી પણ હોસ્પિટલ પહોંચીને ખબર અંતર પૂછ્યા હતા.