દુબઈ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ના અંતરિમ મુખ્ય કાર્યકારી અધિકારી જ્યોફ અલાર્ડિસે કહ્યુ કે તેમની પાસે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી૨૦ વિશ્વકપ માટે બેકઅપ પ્લાન છે. પરંતુ આ સમયે અહીં કોરોના કેસમાં વધારા છતાં દેશમાંથી તેને હટાવવા પર કોઈ વિચાર થઈ રહ્યો નથી. ટી૨૦ વિશ્વકપનું આયોજન ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થશે. પરંતુ છેલ્લા થોડા દિવસથી દેશમાં દરરોજ એક લાખ કેસ સામે આવી રહ્યાં છે. કોવિડ-૧૯ના કેસ વધવા છતાં આઈપીએલનું આયોજન દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં થઈ રહ્યું છે. અલાર્ડિસે વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ દરમિયાન કહ્યુ અમે ચોક્કસપણે ટૂર્નામેન્ટ માટે યોજના અનુસાર આગળ વધી રહ્યાં છીએ. અમારી પાસે બીજી યોજના છે પરંતુ અમે તે યોજનાઓ વિશે વિચાર કર્યો નથી. અમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સાથે કામ કરી રહ્યાં છીએ. અમારી પાસે બેકઅપ યોજના છે જેને જરૂર પડવા પર શરૂ કરી શકાય છે. આઈસીસીના ક્રિકેટ મેનેજર અલાર્ડિસને હાલમાં મનુ સાહનીને રજા પર મોકલ્યા બાદ અંતરિમ સીઈઓ બનાવવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ૫૩ વર્ષીય અલાર્ડિસ પોદતાના દેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચુક્યા છે. તેમણે કહ્યું કે આઈસીસી તે સમજવા માટે અન્ય દેશોની ખેલ સંસ્થાઓ સાથે સંપર્કમાં છે કે તે કોવિડ કાળમાં કઈ રીતે પોતાની ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યાં છે. અલાર્ડિસે કહ્યુ પરંતુ અમે યોજના અનુસાર છીએ પરંતુ અમે યોજના અનુસાર છીએ બે મહિનાના સમયમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પણ સમય છે.