ન્યૂ દિલ્હી

ઇગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.ઓલ ઇન્ડિયા વુમન્સ સિલેકશન કમિટીએ શુક્રવારે ઇગ્લેન્ડ સામે એક ટેસ્ટ અને ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. શેફાલી વર્માને પ્રથમવાર ભારતીય મહિલા વન ડે ટીમમાં સ્થાન મળ્યું છે. ટેસ્ટ અને વન ડે ટીમનું સુકાન મિતાલી રાજને સોપવામાં આવ્યું છે.અને ટી-૨૦ ના કપ્તાન તરીકે હરમનપ્રીતની વરણી કરવામાં આવી છે.

ટેસ્ટ અને વનડે માટે ટીમઃ 

મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધના, હરમનપ્રીત કૌર (ઉપ-કેપ્ટન), પુનમ રાઉત, પ્રિયા પુનિયા, દિપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા (વિકેટકીપર) ), ઇન્દ્રાણી રોય (વિકેટકીપર), ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરૂંધતી રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ.

ટી ૨૦ ટીમઃ 

હરમનપ્રીત કૌર (કેપ્ટન) સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), દિપ્તી શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા, રિચા ઘોષ, હરલીન દેઓલ, સ્નેહ રાણા, તાનીયા ભાટિયા (વિકેટકીપર), ઇન્દ્રની રોય (વિકેટ) -કીપર), શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ, સિમરન દિલ બહાદુર.