નવી દિલ્હી

આઈપીએલની છેલ્લી આવૃત્તિમાં એક ઓવરમાં ૫ સિક્સર ફટકાર્યા પછી હેડલાઇન્સ બનનારા ઓલરાઉન્ડર રાહુલ તેવાતીયાની સગાઈ થઈ ગઈ. ગુરુવારે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી વખતે તેમણે આ માહિતી આપી.


ઘરેલુ ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલ તેજિયાએ ટિ્‌વટર પર ત્રણ ફોટા શેર કર્યા છે, જેમાં તે તેની મંગેતર સાથે જોવા મળી રહ્યો છે. તેણે તારીખ ૩.૨.૨૦૨૧ પણ લખી અને કહ્યું કે તેની બુધવારે સગાઈ થઈ.

આ પ્રસંગે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ રાહુલને અભિનંદન આપ્યા હતા.

સંયુક્ત આરબ અમીરાતમાં રમાયેલી આઈપીએલની છેલ્લી આવૃત્તિમાં રાહુલે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં એક જ ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને રાજસ્થાન રોયલ્સની ટીમને જીત અપાવી હતી. તે સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટૂર્નામેન્ટમાં હરિયાણાની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો.