બાર્સેલોના

સ્પેનિશ લીગ લા લિગામાં બાર્સિલોનાએ સેવિલાને ૨-૦થી હરાવી. બાર્સિલોના તરફથી ઉસ્માન ડેમ્બેલે ૨૯ મી મિનિટમાં ગોલ કરીને ટીમને પ્રારંભિક લીડ અપાવી. બાર્સિલોનાએ પ્રથમ હાફ સુધી આ લીડ જાળવી રાખી હતી અને સેવિલાને કોઈ ગોલ બનાવવાની તક આપી ન હતી. મેચની અંતિમ પળોમાં લિયોનલ મેસ્સીએ ૮૫ મી મિનિટમાં ગોલ કરીને ટીમને ૨-૦થી લીડ અપાવી હતી.

આ જીત સાથે બાર્સેલોના ૨૫ મેચોમાં ૧૬ જીતથી ૫૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તે રીઅલ મેડ્રિડને સરકીને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. જો કે બંને ટીમો વચ્ચે માત્ર એક પોઇન્ટનો તફાવત છે.