વિશાખાપટ્ટનમ,તા.૨

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની ૧૬મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આઈપીએલની ૧૭મી સિઝનની આ ટક્કર ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી વિશાખાપટ્ટનમ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેદાન પર દિલ્હી કેપિટલ્સ ટીમ તેની બીજી મેચ રમવા જઈ રહી છે. દિલ્હીએ વિશાખાપટ્ટનમમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ સિઝનની પ્રથમ જીત મેળવી હતી. આવી સ્થિતિમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમ કેકેઆર સામે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. જાે કે, તે તેના માટે બિલકુલ સરળ રહેશે નહીં. કેકેઆર ટીમ આ સિઝનમાં પોતાની બંને મેચ જીતીને દિલ્હીને ટક્કર આપવા જઈ રહી છે. દિલ્હી અને કેકેઆર વચ્ચેની મેચ માટે પિચ કેવી રહેશે.વિશાખાપટ્ટનમના મેદાનની પીચ બેટ્‌સમેનોને ઘણી મદદ કરે છે. સારા બાઉન્સને કારણે બોલ અને બેટનો સંપર્ક ઘણો સારો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેચ હાઇ સ્કોરિંગ હશે. જાે કે બોલરોને પણ આ પીચમાંથી મદદ મળી શકે છે, પરંતુ આ માટે તેમણે યોર્કર અને બાઉન્સરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. આ સિવાય સપાટ પિચને કારણે બેટ્‌સમેનોને સ્પિન સામે મુક્તપણે રમવાની સ્વતંત્રતા મળે છે. આવી સ્થિતિમાં દિલ્હી અને કેકેઆર વચ્ચેની મેચમાં ચોગ્ગા અને છગ્ગાની બોલબાલા જાેવા મળી શકે છે.ટોસની વાત કરીએ તો આ પિચ પર તેની વધારે અસર જાેવા મળતી નથી.