બાર્બાડોસ

વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કાંગારૂ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કેરેબિયન ટીમને 6 વિકેટે હરાવી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ કરો યા મરો મેચમાં ખાસ કંઈ કરી શકી નહીં. કેરેબિયન બેટ્સમેન ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઉભા રહી શક્યા ન હતા અને આખી ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 153 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. આ જીતની સાથે જ કાંગારૂ ટીમે ત્રણ મેચની સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને 2-1થી હરાવી હતી. 

વેસ્ટ ઇન્ડીઝ તરફથી એવિન લુઇસે સૌથી વધુ 55 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય બીજો કોઈ બેટ્સમેન 20 રનના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. કોઈ પણ બેટ્સમેન વેસ્ટ ઇન્ડીઝ તરફથી મોટી ભાગીદારી રમી શક્યો ન હતો અને ટીમને મેચ હારી જવાનો ભોગ બનવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી હતી. મેન ઓફ ધ મેચ રહી ચૂકેલા એશ્ટન અગરને 10 ઓવરમાં ફક્ત 31 રન આપીને શાઈ હોપ અને ડેરેન બ્રાવોની વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ, એડમ ઝંપાએ પણ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે એક વિકેટ એશ્ટન ટર્નરના ખાતામાં ગઈ હતી. લુઇસ 66 બોલમાં 55 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

જવાબમાં ઓસ્ટ્રેલિયા પણ સારી શરૂઆત કરી ન હતી. 27 રનમાં મોઇઝિસ હેનરિક અને જોશ ફિલિપ બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી એલેક્સ કેરી અને મિશેલ માર્શે મળીને ઇનિંગ સંભાળી હતી. 29 રન બનાવીને માર્શ આઉટ થયો હતો. એલેક્સ કેરી 35 રને આઉટ થયો હતો. મેથ્યુ વેડ 51 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને એશ્ટન અગર (અણનમ) ની સાથે મળીને ટીમને વિજય અપાવ્યો હતો. મિશેલ સ્ટાર્ક મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.