સેન્ટ પીટર્સબર્ગ

માર્ગરીટા ગાસ્પરયાન અને ડારિયા કસ્તાકીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ સાથે રશિયાના કુલ સાત ખેલાડીઓ સેન્ટ પીટર્સબર્ગ લેડિઝ ટેનિસ ટૂર્નામેન્ટની અંતિમ આઠમાં પહોંચવામાં સફળ થઇ જે છેલ્લા ૨૮ વર્ષો માં એક નવો રેકોર્ડ છે. આઠમી ક્રમાંકિત કસ્તાકિનાએ બેલારુસની અલિયાકસાન્દ્ર સાસનોવિચને ૫-૭, ૬-૩,૭ -૬ (૨) થી પરાજિત કરી જ્યારે ગેસપર્યને ચેક રિપબ્લિકની કટેરીના સિનાઆકોવને ૬-૪,૬-૪ થી પરાજિત કરી.

આ પહેલીવાર છે જ્યારે રશિયાના સાત ખેલાડીઓ કોઈ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. ડબ્લ્યુટીએ ટૂર મુજબ યુએસ ખેલાડીઓએ છેલ્લી વખત ૧૯૯૩ માં ઓકલેન્ડ ઓપનના અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો. બુધવારે ત્રણ રશિયન ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યારે ગુરુવારે રશિયન ખેલાડીઓ વચ્ચે અન્ય બે મેચ રમાઈ હતી. અંતિમ આઠમાં પહોંચનારો એકમાત્ર નોન-રશિયન ખેલાડી રોમાનિયાની જેક્લીન ક્રિસ્ટિયન છે.