લંડન, તા. ૨૧ 

ઈંગ્લૅન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન જા રૂટનું કહેવું છે કે, તેની ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન બેન સ્ટોક્સની લીડરશિપ સ્ટાઈલ વિરાટ કોહલી જેવી જ છે. આ ઉપરાંત થોડા વખત પૂર્વે રૂટે કહ્યું હતું કે, સ્ટોક્સ માઈકલ જાર્ડન કરતાં વધારે ઓપનિંગમાં સારો છે. આ વખતે રૂટે કહ્યું કે ‘તે માઈકલ જાર્ડનની જેમ આગળથી લીડ કરે છે. મારા ખ્યાલથી સ્ટોક્સની સારી વાત એ છે કે તે પર્ફોર્મ કરવાની સાથોસાથ બીજા લોકો કરતાં વધારે પ્રૅક્ટિસ પણ કરે છે. વિરાટ કોહલી પણ એમાંનો જ એક છે જે આ પ્રકારે પર્ફોર્મ અને ટ્રેઈનિંગ કરતો હોય છે. ખરું કહું તો બેન સ્ટોક્સ અત્યારે એક મોટો પ્લેયર છે અને ટીમનો વાઈસ કૅપ્ટન પણ છે. જા રૂટનું કહેવું છે કે, બોલ પર થૂંક લગાડવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમને આનાથી વધુ ફરક નહીં પડે. જા રૂટનું કહેવું છે કે, ‘બાલ પર થૂંક લગાડવાની જ્યાં સુધી વાત છે તો અમને આનાથી વધારે ફરક નહીં પડે. આ વાત કન્ડિશન પર આધાર રાખે છે. અત્યાર સુધી સ્ક્વેર પર ક્રિકેટ રમવામાં નથી આવ્યું માટે કદાચ ૪૦-૫૦ ઓવર સુધી ડ્‌યુક બોલને નુકસાન નહીં થાય. માટે શિયાળાની શરૂઆત સુધીમાં મને આની વધારે અસર થશે એવું નથી લાગતું.