નવી દિલ્હી 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ 2022માં રમાનારા ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ને માટે બે નવી ટીમોને જોડવાની ઘોષણાં કરી છે. આ સાથે જ બંને ટીમો કઇ હોઇ શકે છે તેને લઇને ઉત્સુકતા પણ વધી ચુકી છે. BCCI ના એક અધીકારીએ કહ્યુ હતુ કે, બેઠક દરમ્યાન એ પણ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે કે, એક રાજ્યથી ફક્ત એક જ ટીમ હોવી જોઇએ. આ વાત પર ગંભીરતાથી વિચારમાં આવી રહ્યુ છે. કારણ કે કેટલાક મોટા પ્રદેશ છે જેની પાસે IPL ની ટીમ નથી અને તેમને જોડવાથી રમત અને લીગ બંનેને ફાયદો રહેશે.

વર્તમાનમાં BCCI ની આઠ ટીમ મુંબઇ ઇન્ડીયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, કોલક્તા નાઇટરાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ છે. જે મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, પશ્વિમ બંગાલ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબનુ પ્રતિનિધીત્વ કરે છે. આ પહેલા IPL માં એક રાજ્યની બે ટીમ મુંબઇ અને પુણે રહી ચુકી છે. આ વખતે પણ ગોયન્કા ગૃપ પુણેની ટીમ માટે ઇચ્છુક છે. ગોયન્કા ગૃપે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષના પ્રતિબંધના સમયે રાઇઝીંગ પુણે સુપરજાયંન્ટ ટીમ ખરીદી હતી. 

બોર્ડના એક અધીકારીએ કહ્યુ હતુ કે, કેટલાક સદસ્યનુ કહેવુ છે કે, આ નિયમ લાગુ કરવા થી ગુજરાતની અમદાવાદ, કેરલની તિુરુઅનંતપુરમ અને ઉત્તરપ્રદેશની લખનૌની દાવેદારી મજબૂત બની શકે છે. નવી ફ્રેન્ચાઇઝી માટે અમદાવાદનુ નામ મજબૂત માનવામાં આવી રહ્યુ છે. આમ પણ ગુજરાત ક્રિકેટ સંઘ અમદાવાદમાં 1.10 લાખ દર્શક ક્ષમતા વાળુ વિશ્વનુ સૌથી મોટુ સ્ટેડીયમ નિર્માણ કરી ચુક્યુ છે. આમ અહી થવા વાળી મેચમાં દર્શકો વધારે મળી શકે છે.

અદાણી ગૃપ ના માલિક ગૌતમ અદાણી દ્રારા IPL ની ફેન્ચાઇઝી ખરીદવાની ઇચ્છા અગાઉ જાહેર કરી ચુક્યા છે. આમ અમદાવાદનુ નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. આમ જો નિયમ બોલી પ્રક્રિયા દરમ્યાન લાગુ થઇ જશે તો ગોયન્કા ગૃપ લખનૌની ટીમને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. તો વળી દક્ષિણના સુપર સ્ટાર મોહનલાલ (Mohanlal) પણ IPL ની ફ્રેન્ચાઇઝી ખરીદવા ઉત્સુક છે. તેમની સાથે સાઉથનો મોટો વહેપારી પણ છએ. મોહનાલાલ આઇપીએલના દરમ્યાન દુબઇ પણ પહોંચ્યા હતા.