દિલ્હી-

ત્રણ વખતના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એ આઈપીએલ ૨૦૨૧ ની ત્રણ શરૂઆત મેચોમાં ૨ જીત મેળવી છે. આ ટીમનો મુકાબલો બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે થશે. ગયા વર્ષે યુએઈમાં નબળા પ્રદર્શન બાદ આ વર્ષે સીએસકેની શરૂઆત પણ સારી નહોતી. તે પહેલી મેચમાં જ દિલ્હી કેપિટલ્સ સામે હારી ગયું હતું. પરંતુ આ પછી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે સતત બે જીત નોંધાવ્યા બાદ વિરોધી ટીમોને ચેતવણી મોકલી છે. મેચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.

દિપક ચહરે પંજાબ કિંગ્સ સામે ૪ વિકેટ લઈને સીએસકેને જીતવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇંગ્લેન્ડના મોઇન અલી અને સેમ કારેને પણ બંને જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. મોઇને ત્રણેય મેચોમાં બેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓફ સ્પિનર મોઇન અલીએ પણ અંતિમ મેચમાં રાજસ્થાન સામે ત્રણ વિકેટ ઝડપી હતી. સેમ કારેને પણ બેટ અને બોલ બંને સાથે અસર કરી છે. જોકે બેટ્‌સમેનો હજી લયમાં આવ્યાં નથી. સીએસકેના ઓપનર રૂતુરાજ ગાયકવાડ નબળા ફોર્મમાં ચાલી રહ્યા છે. તેણે ૩ મેચમાં માત્ર ૨૦ રન બનાવ્યા છે. જો તેઓને આગળ પણ તક મળે છે કે કેમ તે જોવું પડશે. ધોની ટીમમાં વધારે ફેરફાર ન કરવા માટે જાણીતો છે.

બીજી તરફ વાનખેડેમાં કેકેઆરની ટીમની સિઝનની આ પહેલી મેચ હશે. સતત બે પરાજયનો ભોગ બન્યા બાદ તે અહીં પહોંચી છે. કેકેઆરની શરૂઆત હૈદરાબાદ સામેની જીતથી થઈ હતી, પરંતુ તે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી. બંને મેચોમાં, આયેન મોર્ગનની આગેવાનીવાળી કેકેઆરની ટીમ વધુ સારી સ્થિતિમાં હતી, પરંતુ ટીમ સારી શરૂઆતનો લાભ લઈ શકી ન હતી.

વાનખેડે પીચ તરફથી સ્પિનરોને બહુ મદદ મળી નથી. આવી સ્થિતિમાં ઓલરાઉન્ડર બેન કટિંગને શાકિબ અલ હસનની જગ્યાએ સ્થાન આપી શકાય છે. કોચ બ્રેન્ડન મઝ્રકુલમ પહેલેથી જ ફેરફારો કરવાના સંકેત આપી ચૂક્યો છે. ઓપનર બેટબાટ નીતીશ રાણાએ બેટ સાથે શાનદાર રમત દર્શાવી છે. આવી સ્થિતિમાં તે આ મહત્વપૂર્ણ મેચને ફરી એક સારી શરૂઆત આપવા માંગશે.

કોલકાતા નાઈટ રાઇડર્સઃ

અયાન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, શુબમન ગિલ, નીતીશ રાણા, ટિમ સિફર્ટ, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શિવમ માવી, લોકી ફર્ગ્યુસન, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, સંદીપ વોરિયર, પ્રખ્યાત કૃષ્ણા, રાહુલ ત્રિપાઠી , વરૂણ ચક્રવર્તી, શાકિબ અલ હસન, શેલ્ડન જેક્સન, વૈભવ અરોરા, હરભજન સિંઘ, કરૂણ નાયર, બેન કટીંગ, વેંકટેશ ઐયર અને પવન નેગી.

ચેન્નાઈ સુપર કિંગ્સઃ

મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દિપક ચહર, ડ્‌વેન બ્રાવો, ફાફ ડુપ્લેસી, ઇમરાન તાહિર, એન જગદીશન, કર્ણ શર્મા, લુંગી નાગિડી, મિશેલ સંતનર, રવિન્દ્ર જાડેજા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કારેન, આર સાઇ કિશોર, રોબિન ઉથપ્પા, મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પૂજારા, એમ હરીશંકર રેડ્ડી, કે ભગત વર્મા અને સી હરિ નિશાંત.