07, સપ્ટેમ્બર 2021
1386 |
ન્યૂયોર્ક-
ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્બોરા ક્રેસીકોવાએ બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ગાર્બાઇન મુગુરુઝાને ૬-૩, ૭-૬ હરાવી યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. આઠમી ક્રમાંકિત ક્રેસીકોવાએ બીજા સેટમાં ૬-૫ થી પાછળ ચાલીને મેડિકલ બ્રેક લીધો. જ્યારે રમત પુનસ્થાપિત થઈ ત્યારે તેણે સતત સાત પોઈન્ટ મેળવ્યા. હવે તેનો સામનો ચેક રિપબ્લિકની એરેના સબાલેન્કા સાથે થશે, જે વિશ્વની નંબર બે ખેલાડી છે. મુગુરુઝાએ ૨૦૧૬ ફ્રેન્ચ ઓપન અને ૨૦૧૭ વિમ્બલ્ડન જીત્યા છે અને ગત વર્ષના ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનર અપ રહ્યા હતા પરંતુ યુએસ ઓપનમાં તે ક્યારેય ચોથા રાઉન્ડમાં પહોંચી શક્યા ન હતા.