દિલ્હી-

કોરોનાકાળમાં મોટાભાગની રમતો હોય છે, અને કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજતી નથી ત્યારે વર્લ્ડ ચેસ ફેડરેશન વિશ્ર્વ ઓનલાઈન ઓલિમ્પિયાડ યોજવા નિર્ણય કર્યો છે. એમાં 163 દેશો અને 1950 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડના ફોર્મેટમાં 6 સીનીયર સાથે 4 જુનીયર ખેલાડી સાથે 6 પુરુષો અને 6 મહિલાઓ રમી શકે છે.

ઓલ ઈન્ડીયા ચેસ ફેડરેશને મહારાષ્ટ્રના યુવા જીએમ વિદિતને ભારતીય ટીમનો કેપ્ટન બનાવી લેજન્ડરી અને પુર્વ વિશ્ર્વ ચેમ્પીયન વિશ્ર્વનાથ આનંદને પ્લેઈંગ 6માં સામેલ કર્યો હતો. જી.એમ. વિશ્ર્વનાથ આનંદ અને જી.એમ.કોનેરુ હમ્પી જેવા લેજન્ડરી ખેલાડીઓ સાથે રમવાનું યુવા ખેલાડીઓનું સ્વપ્ન સાકાર થયું હતું. આમ યુવા અને પીઢ ખેલાડીઓના સંગમથી ભારત સામે ગોલ્ડ મેડલ જીત્યુ હતું. 

મોંગોલિયા સામે ઈન્ટરનેટ કનેકશનની સમસ્યાના કારણે પરાજયને બાદ કરતાં ભારત પ્લે ઓફ રાઉન્ડસ સહેલાયથી જીતી ગયું હતું. સાતમા મહત્વના રાઉન્ડમાં ભારત ચીનનો મુકાબલો કરી રહ્યું હતું, પરંતુ ભારતે ટીમ ઈવેન્ટમાં તેને હરાવી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. કવાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલનું ફોર્મેટ બે ટીમો પરસ્પર બે મુકાબલા કરી વિજયી બને તેવું હતું. આર્મેનિયા સામેની કવાર્ટર ફાઈનલમાં ભારત પ્રથમ રાઉન્ડ જીત્યું હતું.