કરાચી

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની પુત્રી તેની રાષ્ટ્રીય ટીમના હાલના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી સાથે સગાઈ કરશે. આફ્રીદીએ રવિવારે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે શાહીનના પરિવારે ઔપચારિક રીતે તેમની પુત્રીને લગ્ન માટે સંપર્ક કર્યો હતો.

આફ્રિદીએ કહ્યું, બંને પરિવારો આ અંગે સંમત છે અને મારી પુત્રી શાહીન સાથે સગાઈ કરશે. તેમણે કહ્યું કે સગાઈની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. શાહીનના પિતા અયાઝ ખાને પણ પુષ્ટિ કરી હતી કે તેણે પોતાના પુત્ર માટેનો પ્રસ્તાવ આફ્રિદીના પરિવારને મોકલ્યો હતો અને તે સ્વીકારવામાં આવ્યો છે.

તેણે કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ અને બંને પરિવારો છેલ્લા કેટલાક મહિનાઓથી તેની ચર્ચા કરી રહ્યા છે. આશા છે કે તારીખો પણ ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે. આફ્રિદી અને શાહીન બંને પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માં રમી રહ્યા હતા જે કોવિડ-૧૯ ને કારણે મુલતવી રાખવામાં આવી હતી.