અમદાવાદ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિઝનની ૨૬ મી મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જોરદાર સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૭૯ રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન નિકોલસ પૂરણ ત્રીજી બોલ પર કાયલ જેમિસનનો શિકાર બન્યો હતો. પૂરણ ત્યાં સુધી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. આ સાથે આ બેટ્‌સમેનને તેનું નામ અનિચ્છનીય સૂચિમાં શામેલ થયું.

હકીકતમાં નિકોલસ પૂરણ એક જ આઈપીએલ સીઝનમાં સૌથી વધુ વખત 'શુન્ય' આઉટ થનાર સંયુક્ત નંબર-૧ નો બેટ્‌સમેન બની ગયો છે. નિકોલસ પૂરણ આઈપીએલ-૨૦૨૧ માં અત્યાર સુધી ચાર વાર 'શુન્ય' પર આઉટ થયો છે. તેના પહેલાં આ શરમજનક રેકોર્ડ હર્ષલ ગિબ્સ મિથુન મનહસ, મનીષ પાંડે અને શિખર ધવનના નામોમાં પણ જોડાયો છે. નિકોલસ પુરાણે આ સિઝનમાં અત્યાર સુધી છ ઇનિંગમાં ૦, ૦, ૯, ૦, ૧૯ અને ૦ રન બનાવ્યા છે.

આઈપીએલ સિઝનમાં સૌથી વધુ ડક('શુન્ય') શિકાર (૪ વખત)ઃ

હર્ષેલ ગિબ્સ, ૨૦૦૯

મિથુન મનહસ, ૨૦૧૧

મનીષ પાંડે, ૨૦૧૨

શિખર ધવન, ૨૦૨૦

નિકોલસ પૂરણ, ૨૦૨૧