04, જુલાઈ 2025
જમ્મુ |
2178 |
આ વખતે 4 ફૂટનું ભવ્ય શિવલિંગ : પ્રથમ દિવસે 12000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
'બમબમ ભોલે'ના નાદ સાથે ગઈકાલથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા આ વર્ષે 38 દિવસની છે, જે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. બાબા બર્ફાનીની યાત્રાના માહોલના દર્શન. યાત્રાના પ્રારંભે ગુરુવારે બાલતાલથી પ્રથમ કાફલામાં ગુફા પર પહોંચેલા ભક્તોએ બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. પ્રથમ દિવસે 12348 શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા.
અમરનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ અલગ-અલગ 581 સુરક્ષા કંપનીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમરનાથ યાત્રાએ દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે તંત્ર દ્વારા બાલતાલથી આગળ ગુફા તરફ જતા રૂટ પર દર 2 કિમીએ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. જ્યારે વચ્ચે અનેક જગ્યાએ ભંડારા કાર્યરત કરવામાં આવ્યા છે.