કબડ્ડી ખેલાડીને ગલૂડિયું કરડ્યાં બાદ એન્ટી રેબિઝ ઈન્જેક્શન ન લેતા નિધન
04, જુલાઈ 2025 લખનૌ   |   1980   |  

અચાનક તબિયત ખરાબ થતાં હોસ્પિટલ લઈ જવાયો હતો

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રાજ્ય સ્તરીય 22 વર્ષીય કબડ્ડી ખેલાડી બૃજેશ સોલંકીએ શ્વાનના કરડ્યા બાદ કથિત રૂપે હડકવાંની રસી નહતી લીધી, જેના કારણે તેમનું મૃત્યું નિપજ્યું. કબડ્ડી પ્લેયરના મૃત્યુ બાદ પરિજનોમાં ધેરા શોકની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ બૃજેશ સોલંકી ખુર્જાનગર કોતવાલી વિસ્તારના ફરાના ગામનો નિવાસી હતો. તેને બે મહિના પહેલાં એક શ્વાન કરડ્યું હતું. પરંતુ, તેણે આ ઘટનાને ગંભીરતાથી ન લીધી. બાદમાં અચાનક તેની તબિયત ખરાબ થવા લાગી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામં આવ્યો હતો, તેમ છતાં તે બચી ન શક્યો.

બૃજેશના ભાઈ સંદીપે આ વિશે વાત કરતા જણાવ્યું કે, બે મહિના પહેલાં એક ગલુડિયું નાળામાં ફસાઈ ગયું હતું. તેને બચાવવાના પ્રયાસમાં ગલુંડિયું બૃજેશની આંગળી પર કરડી ગયું. એ સમયે બૃજેશે વિચાર્યું કે, આ કોઈ ગંભીર બાબત નથી અને તેણે હડકવાની રસી ન લીધી. બાદમાં અલીગઢની એક ખાનગી હોસ્પિટલે પુષ્ટિ કરી કે, તેને કોઈ જાનવરે કરડ્યું હતું, કદાચ વાંદરો કે શ્વા હોઈ શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution