ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર
04, જુલાઈ 2025 ગાંધીનગર   |   3861   |  

રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ થયો

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યોં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઈંચ વરસાદ, સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ, કચ્છના મુન્દ્રામાં 3.86 ઈંચ, જામનગરના લાલપુરમાં 3.7 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.જોકે, મધ્ય ગુજરાતમાં ચોમાસાની ઋતુના પ્રારંભે મેધરાજાએ ધામાકેદાર બેટીંગ કર્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસ થી વરસાદનું જોર ધટ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution