04, જુલાઈ 2025
નવી દિલ્હી |
1980 |
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રેસમાં સૌથી આગળ?
ભારતીય જનતા પાર્ટી ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? તે અંગે લાંબા સમય થી ચાલતી અટકળો વચ્ચે ભાજપ એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રો મુજબ ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના ટોચના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે, જેમાં પક્ષના અનેક અગ્રણી મહિલા નેતાઓના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે.
ભાજપ તાજેતરના વર્ષોમાં મહિલા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. આ સફળતા ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં મળી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023 માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ પાર્ટીએ જૂન 2024 સુધી તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. હવે નવા પ્રમુખની જાહેરાત આગામી થોડા દિવસોમાં થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ અગ્રણી મહિલા નેતાઓના નામ ચર્ચામાં છે.જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જો નિર્મલા સીતારમણને આ પદ માટે પસંદ કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં ભાજપની પકડ મજબૂત થઈ શકે છે.